મહેસાણાના ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું
મહેસાણાના ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું
Published on: 09th September, 2026

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભીમપુર વરસંગ તળાવમાંથી પાઈપલાઈન મારફતે પાણી છોડવામાં આવતા સતલાસણા અને ખેરાલુ તાલુકાના ૨૯ જેટલા તળાવ ભરાશે. જેનાથી જળસંચયને વેગ મળશે અને ખેડૂતોમાં ખુશીની લહેર છે. સમયસર વરસાદ ન થતાં ચિંતિત ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. ૩૧૭ કરોડના ખર્ચે નંખાયેલી પાઈપલાઈન દ્વારા નર્મદાનું પાણી વરસંગ તળાવમાં નાખી આથમણા ગામો તરફ છોડાય છે. આનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ખેતી-પશુધન માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.