પેપર ચેકિંગમાં ગેરહાજર 197 શિક્ષકોને રૂ. 3000 દંડ અને નોટિસ
પેપર ચેકિંગમાં ગેરહાજર 197 શિક્ષકોને રૂ. 3000 દંડ અને નોટિસ
Published on: 09th September, 2026

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીમાં બેદરકારી દાખવનારા 197 શિક્ષકો સામે આકરી કાર્યવાહી કરી છે. આ શિક્ષકો પેપર ચેકિંગ માટે ગેરહાજર રહ્યા હતા. દરેક શિક્ષકને રૂ. 3000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને 9 સપ્ટેમ્બર સુધીમાં ખુલાસો રજૂ કરવાનો આદેશ અપાયો છે. સમયસર પરિણામ અને નિયમોના પાલન માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. યોગ્ય ખુલાસો નહીં મળે તો વધુ કાર્યવાહી કરાશે.