વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, 3 મહિનામાં 6ઠ્ઠો.
વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, 3 મહિનામાં 6ઠ્ઠો.
Published on: 18th May, 2026

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોના સતત મોતથી ચિંતા વધી રહી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ નજીકથી આશરે 10 ફૂટ લાંબો મગર મૃત હાલતમાં મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને વન્યજીવ સંસ્થાની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહત્વની બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં વિશ્વામિત્રી નદીમાંથી કુલ 6 મગરોના રહસ્યમય મોત નોંધાયા છે. પ્રાથમિક અનુમાન મુજબ પ્રાદેશિક લડાઈ અથવા પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી મોતનું કારણ હોઈ શકે છે. વન વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.