ડભોઇ સ્ટેટ હાઇવેની મુખ્ય ચોકડીઓ પર સોલાર લાઇટો બંધ
ડભોઇ સ્ટેટ હાઇવેની મુખ્ય ચોકડીઓ પર સોલાર લાઇટો બંધ
Published on: 11th October, 2026

વડોદરાના ડભોઇ તાલુકાના મુખ્ય સ્ટેટ હાઇવે પર આવેલી તરસાણા ચોકડી અને ટીંબી ફાટક ચોકડી પર લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સોલાર લાઇટો ઘણા સમયથી બંધ છે. આ કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયેલો રહે છે, જેના લીધે હજારો વાહનચાલકો અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. નોકરિયાતો, શ્રમિકો અને મહિલા મુસાફરો માટે અંધારામાં વાહનમાંથી ઉતરવું જોખમી બન્યું છે. લાઇટોના અભાવે અકસ્માતની શક્યતા વધી છે અને અસામાજિક તત્વો દ્વારા લૂંટ કે ચોરીનો ભય પણ સેવાઈ રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે.