બરકાલના વ્યાસેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે ભંડારો.
બરકાલના વ્યાસેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે ભંડારો.
Published on: 17th June, 2026

સાધલી નજીક બરકાલ ગામ પાસે નર્મદા નદીના જંગલમાં આવેલું વ્યાસેશ્વર મહાદેવ મંદિર સોમવતી અમાસે શ્રદ્ધાળુઓથી ઉભરાયું. દ્વારકા, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજ્યભરમાંથી આવેલા ભક્તોએ પવિત્ર નર્મદામાં સ્નાન કરી ભગવાનના દર્શન કર્યા. જોકે, ગામથી મંદિર સુધી યોગ્ય માર્ગ અને રાત્રિ રોકાણ માટે હોલ જેવી સુવિધાઓના અભાવે ભક્તોને મુશ્કેલી પડી રહી છે. આ આધ્યાત્મિક સ્થળે સુવિધાઓ વધારવાની જરૂર છે.