જામનગરમાં એક રાતમાં બે ચોરી
જામનગર શહેરમાં તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. સટ્ટાબજાર નજીક ફ્રૂટની દુકાનમાંથી રૂ. 88,350 રોકડા અને લાલવાડી વિસ્તારના બંધ મકાનમાંથી રૂ. 1,81,200ના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.69 લાખથી વધુની મત્તા ચોરાઈ ગઈ છે. પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
