રાજકોટમાં બેડીપરા ચોક પાસે ભયાવહ અકસ્માત
રાજકોટમાં બેડીપરા ચોક પાસે ભયાવહ અકસ્માત
Published on: 02nd September, 2026

રાજકોટના બેડીપરા ચોક પાસે ગઇકાલે રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મિત્રો દશરથ રાજેશભાઇ બજાણીયા (૧૯) અને ચંદ્રેશ ધર્મેશભાઇ નિમાવત (૨૩)ના મોત નીપજ્યા હતા. પૂરઝડપે જતું એક્ટિવા રિક્ષા પાછળ ઘુસી જતાં આ દુર્ઘટના બની હતી. એક્ટિવા પર ટ્રિપલ સવારી હતી, જેમાં એક સગીરને પણ ઇજા થઈ હતી. મૃતક મિત્રો કરીયાણાની દુકાનમાં કામ કરતા હતા. પોલીસે બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.