નવસારીના તિઘરા વિસ્તારમાં દીપડાનો ભય
નવસારીના તિઘરા વિસ્તારમાં દીપડાનો ભય
Published on: 02nd September, 2026

નવસારીના બોર્ડરના તિઘરા વિસ્તારમાં દીપડાએ એક બકરીનો શિકાર કર્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરમાં સામેલ થયેલા જલાલપોર, ચોવીસી, ધારાગીરી, એરૂ, હાંસાપોર જેવા વિસ્તારો બાદ હવે તિઘરામાં પણ દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. શેરડીના ખેતરોની હાજરીને કારણે દીપડા માટે આ વિસ્તારો અનુકૂળ બની રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ શહેરી વિસ્તારોની નજીક વન્યજીવોના વધતા ભય તરફ ધ્યાન દોર્યું છે.