જુનાગઢના ઝાંઝરડા રોડ પર ટ્રાફિક જામ
જુનાગઢના ઝાંઝરડા રોડ પર ટ્રાફિક જામ
Published on: 27th August, 2026

જુનાગઢના ઝાંઝરડા રોડ પર રેલવે અંડરબ્રિજ પાસે રોજેરોજ ટ્રાફિકજામની વિકટ સમસ્યા સર્જાતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મનપા દ્વારા કોઈ નક્કર રોડમેપ તૈયાર ન કરાતા, વોર્ડ 7 ના કોર્પોરેટરોએ મુખ્યમંત્રીને પત્ર લખી અંડરબ્રિજની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે. ચોમાસામાં અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા પણ છે. સ્થાનિક વેપારીઓ અને નગરસેવકો ઓવરબ્રિજ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાનું જણાવી રહ્યા છે.