મહેસાણાના 1700 મીટરના આઇકોનિક રોડ પર પાર્કિંગ ગાયબ
મહેસાણાના 1700 મીટરના આઇકોનિક રોડ પર પાર્કિંગ ગાયબ
Published on: 27th August, 2026

મહેસાણામાં માનવ આશ્રમથી એન.જી. સ્કૂલ સુધીના 1700 મીટરના આઇકોનિક રોડ ડેવલપમેન્ટમાં એક તરફની કામગીરી પૂર્ણ થઈ રહી છે. આ કામગીરીમાં રોડ સાઇડ પર સળંગ પાર્કિંગનો અભાવ જોવા મળશે. ચાર મુખ્ય જગ્યાએ રોડ સાઇડ પાર્કિંગની જગ્યાઓ દૂર કરાઈ છે, જ્યાં માત્ર ફૂટપાથ અને યુટિલિટી સાથે રોડ વિકસાવવામાં આવ્યો છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારો પાસેની રોડ સાઇડ પર પાર્કિંગની વ્યવસ્થા નથી. વધુ પડતી પહોળી ફૂટપાથ અને પાર્કિંગના અભાવે ભવિષ્યમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાવાની ભીતિ છે.