અમરેલીના ચિત્તલ રોડ પર એરપોર્ટ પાસેના બ્યુટીફિકેશનમાં બાવળ અને બોરડી ઉગી ગયા
અમરેલીના ચિત્તલ રોડ પર એરપોર્ટ પાસેના બ્યુટીફિકેશનમાં બાવળ અને બોરડી ઉગી ગયા
Published on: 02nd September, 2026

અમરેલીના ચિતલ રોડ પર એરપોર્ટ પાસેના બ્યુટીફિકેશનમાં બાવળિયા અને બોરડીના ઝાડ ઉગીગયા છે, જે ફૂલઝાડ હોવા જોઈતા હતા. અન્ય વૃક્ષોની પણ યોગ્ય જાળવણી થતી નથી. એરપોર્ટની આસપાસના બ્યુટીફિકેશનમાં પ્લાસ્ટિક કચરો અને ગંદકી જોવા મળે છે, જે વૃક્ષોને નુકસાન પહોંચાડે છે. બ્યુટિફિકેશન પાછળ થયેલા ખર્ચ છતાં યોગ્ય જાળવણીના અભાવે સ્થિતિ કથળી રહી છે. રોડ પરથી પસાર થતા લોકોને અવ્યવસ્થા સ્પષ્ટ દેખાય છે.