નખત્રાણાના વેડહાર ગામના યુવાનોએ નવરાત્રિમાં પરંપરાગત શૌર્ય અને સંસ્કૃતિનું જતન કર્યું
કચ્છના વેડહાર ગામના ક્ષત્રિય સમાજના યુવાનોએ નવરાત્રિ દરમિયાન ભુજ અને વેડહાર ખાતે સદીઓ જૂની પરંપરાઓ જીવંત રાખી ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય શૌર્યનો પરિચય આપ્યો. પરંપરાગત તલવાર રાસ, સિંધી દાંડીઓ જેવી રમતો દ્વારા પૂર્વજોની વિરાસત ઉજાગર કરી. 1971માં પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારો 55 વર્ષથી આ પરંપરાઓ જાળવી રહ્યા છે.
