જામનગરના 487માં સ્થાપના દિને ખાંભીપૂજનનું આયોજન
જામનગરના 487માં સ્થાપના દિને ખાંભીપૂજનનું આયોજન
Published on: 20th August, 2026

જામનગર (નવાનગર)ના 487મા સ્થાપના દિવસ નિમિત્તે જામનગર ભાસ્કર દ્વારા વિશેષ ખાંભીપૂજનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર સહિતના અગ્રણી અધિકારીઓ, પદાધિકારીઓ, વેપારીઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. જામનગર દિવ્ય ભાસ્કર દ્વારા વિશેષ અંક બહાર પાડવામાં આવ્યો હતો. દરબારગઢ ખાતે ખાંભીનું પૂજન કરાયું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાસ્કરના વિશેષ અંકની પ્રશંસા કરી. સતત બીજા વર્ષે આ આયોજન કરાયું હતું.