સુરતમાં ફૂડ પોઇઝનિંગ: રેસ્ટોરન્ટના ભોજનથી એક બાળકીનું મોત
સુરતમાં ફૂડ પોઇઝનિંગ: રેસ્ટોરન્ટના ભોજનથી એક બાળકીનું મોત
Published on: 18th August, 2026

સુરતના વરાછા વિસ્તારમાં 'શીતલ રેસ્ટોરન્ટ'માંથી પંજાબી શાક ઓર્ડર કર્યા બાદ ફૂડ પોઇઝનિંગની ચોંકાવનારી ઘટના બની. પરિવારના પાંચ સભ્યો બીમાર પડ્યા, જેમાં 5 વર્ષીય બાળકી આર્યાનું કરુણ મોત થયું. અન્ય ચાર સભ્યો હાલ સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના મેડિકલ રિપોર્ટમાં ફૂડ પોઇઝનિંગની પુષ્ટિ થઈ છે. પરિવારે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.