સુરતમાં પશુઓની લિવ. 52 દવા માણસોને વેચવાનું રેકેટ ઝડપાયું
સુરત શહેરમાં ગોપીપુરા સ્થિત શાંતિનાથ મેડિકલ સ્ટોરમાંથી પશુઓ માટેની લિવ. 52 દવા માણસોને વેચવાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. SOG પોલીસે આરોપી સાજિદ મુલ્લાની ધરપકડ કરી છે, જે પશુઓની દવાના મોટા કેનમાંથી રિફિલિંગ કરીને સામાન્ય લોકોને વેચી દેતો હતો. નજીવા આર્થિક લાભ માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો આ ગંભીર ગુનો સામે આવ્યો છે.
