અમદાવાદ મેટ્રો નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી દોડશે
નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતા લોકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય લંબાવવામાં આવ્યો છે. 14 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી મેટ્રો ટ્રેન મધરાતના 2 વાગ્યા સુધી દોડશે. આ નિર્ણયથી મોડી રાત સુધી ગરબા રમતા લોકો તેમજ અન્ય પેસેન્જરોને ઘરે પરત ફરવા માટે મેટ્રોની સુવિધા મળશે. રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ પણ ઉપલબ્ધ રહેશે.
