અમરેલીના બગસરામાં વનકર્મી પર સિંહનો હુમલો
અમરેલીના બગસરાના સમઢિયાળા ગામે ખેતરમાંથી સિંહને હટાવવા ગયેલા વનકર્મી મહેશ માટીયા પર સિંહે હુમલો કર્યો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. બીજી તરફ, ધારી ગીર પંથકની મધુવન સોસાયટીમાં દીપડો CCTVમાં કેદ થયો છે. વન્યપ્રાણીઓના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને વનવિભાગને પાંજરે પૂરવાની માગ કરી છે.
