સુરતમાં સેવા સેતુ કાર્યક્રમ રાજકીય આગેવાનોના વિલંબથી 35 મિનિટ મોડો શરૂ
સુરતમાં સેવા સેતુ કાર્યક્રમ રાજકીય આગેવાનોના વિલંબથી 35 મિનિટ મોડો શરૂ
Published on: 08th October, 2026

સુરતના લિંબાયત ઝોનમાં યોજાયેલો સેવા સેતુ કાર્યક્રમ રાજકીય આગેવાનોના ચા-નાસ્તા અને મોડા આગમનને કારણે નિર્ધારિત સમય કરતાં 35 મિનિટ મોડો શરૂ થયો હતો. આ કારણે વહેલી સવારે પહોંચેલા અરજદારોને આકરા તડકામાં રાહ જોવી પડી હતી. અગાઉ કતારગામમાં પણ મેયરના મોડા આગમનનો કિસ્સો બન્યો હતો. વધુમાં, નાયબ મામલતદારોની હડતાળને કારણે આવકના દાખલા જેવા જરૂરી પ્રમાણપત્રોની કામગીરી સ્થળ પર થઈ શકી નહોતી, જેના કારણે કાર્યક્રમ તેના મૂળ હેતુથી વિપરીત સાબિત થયો.