વડોદરા કોર્પોરેશન દ્વારા છાણીમાં રવિ શિખરથી સોખડા ગરનાળા સુધી નવા રસ્તાનું નિર્માણ
વડોદરા કોર્પોરેશન દ્વારા છાણીમાં રવિ શિખરથી સોખડા ગરનાળા સુધી નવા રસ્તાનું નિર્માણ
Published on: 08th October, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) છાણી વિસ્તારમાં રવિ શિખરથી છાયાપુરી રેલવે સ્ટેશન થઈ સોખડા ગરનાળા સુધી નવા રસ્તાના નિર્માણની કામગીરી હાથ ધરશે. આ માટે એકમે કન્સ્ટ્રક્શન દ્વારા રૂ. 2,36,11,317 (GST સિવાય) નું ભાવપત્રક સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે, જે અંદાજિત રકમ કરતાં 1.47% ઓછું છે. આ પ્રોજેક્ટ માટે 150 દિવસની સમયમર્યાદા નક્કી કરાઈ છે, જેમાં ચોમાસાનો સમયગાળો બાદ રહેશે.