ધોળકામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત્
ધોળકામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત્
Published on: 08th October, 2026

અમદાવાદ જિલ્લાના ધોળકામાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. માર્ગો પર અડિંગો જમાવીને બેસતા ઢોર અને અવારનવાર ખેલાતા આખલા યુદ્ધના કારણે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતાના કારણે ધોળકાના મુખ્ય બજારોથી લઈને સોસાયટી વિસ્તારો સુધી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ધોળકા GIDC વિસ્તારમાં એક આખલાએ નિર્દોષ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તહેવારો નજીક હોવાથી લોકો ભયમુક્ત વાતાવરણની માંગ કરી રહ્યા છે.