અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 43 લાખથી વધુ માઈભક્તો પહોંચ્યા
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 43 લાખથી વધુ માઈભક્તો પહોંચ્યા
Published on: 27th September, 2026

શક્તિપીઠ અંબાજીમાં યોજાયેલ ભાદરવી પૂનમ મહામેળામાં 43,05,391 યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હતા. મેળા દરમિયાન 67,572 યાત્રિકોએ ગબ્બર રોપવેનો લાભ લીધો હતો, જ્યારે એસટીની 8203 બસ ટ્રીપમાં 3,50,618 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. અન્નક્ષેત્રમાં 4,93,889 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો અને 32,31,263 મોહનથાળ પેકેટનું વિતરણ કરાયું હતું. ભંડાર, ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની કુલ આવક 2,16,44,619 રૂપિયા નોંધાઈ હતી.