અમદાવાદના કારીગરે જ્વેલર્સ સાથે દગો કર્યો
અમદાવાદના કારીગરે જ્વેલર્સ સાથે દગો કર્યો
Published on: 27th September, 2026

અમદાવાદના કાલુપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં સંદિપ જ્વેલર્સના કારીગર વિશ્વનાથ ઉર્ફે વિસુએ માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વનાથે ચા પીવાના બહાને દુકાનમાંથી 38 ગ્રામની એક બંગડી અને 14 ગ્રામ સોનાનો ભુક્કો, જે કુલ 7.56 લાખ રૂપિયાનો થાય છે, તે લઈને ચોરી કરી છે. સંદિપ ઘોષ નામના જ્વેલર માલિકે તેના પોતાના કારીગર સામે આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કારીગરને 4 બંગડીઓ બનાવવા માટે કાચું સોનું આપવામાં આવ્યું હતું, જેમાંથી તે ચોરી કરીને ફરાર થઈ ગયો.