ગોંડલ પાસે કાર-એક્ટિવા ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કરૂણ મોત
ગોંડલ પાસે કાર-એક્ટિવા ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કરૂણ મોત
Published on: 27th September, 2026

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કાર અને એક્ટિવા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પતિ, પત્ની અને તેમના 13 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે બની હતી. મૃતક પરિવાર અનિડા ભાલોડી ગામનો રહેવાસી હતો અને એક્ટિવા પર સવાર થઈને જઈ રહ્યો હતો. સામેથી આવતી ટાટા નેક્સોન કાર સાથેની જોરદાર ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય રોડ પર ફંગોળાઈ ગયા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.