રાજુલાના બાર પટોળી ગામે બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન વનકર્મી અને ટ્રેકર પર સિંહનો હુમલો
રાજુલાના બાર પટોળી ગામે બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન વનકર્મી અને ટ્રેકર પર સિંહનો હુમલો
Published on: 27th September, 2026

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાર પટોળી ગામે બીમાર સિંહને બચાવવા ગયેલી વનવિભાગની ટીમ પર સિંહે અચાનક હુમલો કર્યો. 26મી સપ્ટેમ્બરે રાત્રે થયેલી આ ઘટનામાં ફોરેસ્ટર એમ. જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગદિયા ઈજાગ્રસ્ત થયા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જેમાં ટ્રેકર ભરત જોગદિયાને ગંભીર ઈજાઓ થતાં ભાવનગર રિફર કરાયા. ઘટના બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા.