રૂપાલમાં ઐતિહાસિક પલ્લી મહોત્સવ
ગાંધીનગરના રૂપાલ ગામે આજે વિશ્વપ્રસિદ્ધ 'રૂપાલની પલ્લી' મહોત્સવ યોજાઈ રહ્યો છે. આશરે 5,000 વર્ષ જૂની પરંપરા મુજબ, મધરાતે 12 વાગ્યા બાદ મા વરદાયિનીની દિવ્ય પલ્લી (રથ) ની નગરયાત્રા નીકળશે. દેશ-વિદેશથી ઉમટેલા લાખો ભક્તો માતાજીના રથ પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરશે, જેના કારણે રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી જોવા મળશે. આ પૌરાણિક ઘટના પાંડવકાળ સાથે જોડાયેલી છે.
