વડોદરાના સોમા તળાવ પાસે ગરબા જોવા ગયેલા યુવકની જૂની અદાવતમાં હત્યા
વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા નજીક પાર્ટી પ્લોટમાં વણઝારા સમાજના ગરબા દરમિયાન 26 વર્ષીય નિલેશ વણઝારાની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી. આ ઘટના 18મી ઓક્ટોબરની રાત્રે બની હતી. મૃતકની માતાએ ખોડા, વશરામ, દિનેશ, વિક્રમ અને વિશાલ નામના વ્યક્તિઓ સામે હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
