અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાંસદ-ધારાસભ્યોનું પણ નથી માનતા?
અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટના ₹398.41 કરોડના ટેન્ડર મામલે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે મતભેદ સર્જાયો છે. ધારાસભ્યો અને સાંસદોએ સાત ઝોન પ્રમાણે અલગ-અલગ ટેન્ડર કરવાની સૂચના આપી હતી, જેથી કોઈ એક કોન્ટ્રાક્ટર કામ છોડી દે તો સમગ્ર શહેરની વ્યવસ્થા ખોરવાઈ ન જાય. તેમ છતાં, અધિકારીઓએ સેન્ટ્રલાઇઝ્ડ એક જ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી છે, જેના પર હવે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થશે.
