રાજકોટ લોકમેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ
રાજકોટ લોકમેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ
Published on: 02nd September, 2026

રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળામાં આરોગ્ય વિભાગે ફૂડ સ્ટોલ પર અચાનક ચેકિંગ કર્યું. આ દરમિયાન, ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી સડેલા બટેટા મળી આવતા તેને તાત્કાલિક જપ્ત કરી નાશ કરવામાં આવ્યો. ફરાળી ચિપ્સ, ઢોકળા, ખીચું જેવી વાનગીઓની ગુણવત્તા પણ ચકાસાઈ. જ્યારે, મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 34 રાઇડ્સને હજુ સુધી મંજૂરી મળી નથી. 13 સભ્યોની કમિટી રાઇડ્સની ટેકનિકલ તપાસ કરી રહી છે, જે બાદ જ લાયસન્સ પ્રક્રિયા આગળ વધશે.