રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક ફૂડ લેબોરેટરી બનશે
રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક ફૂડ લેબોરેટરી કાર્યરત થશે, જેનાથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના રિપોર્ટ એક કલાકમાં મળી શકશે. છેલ્લા 4 મહિનામાં 14,520 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, 50 પેઢી સીલ કરાઈ અને રૂ. 11 લાખથી વધુનો દંડ વસૂલાયો. પ્રથમવાર 1,500 કિલો નોનવેજ જથ્થો પણ ઝડપી તેનો નાશ કરાયો.
