પરિવાર ચાર રસ્તા પાસે વુડા આવાસ યોજનાના ધાબે જુગારધામ પર પોલીસનો છાપો
પરિવાર ચાર રસ્તા પાસે વુડા આવાસ યોજનાના ધાબે જુગારધામ પર પોલીસનો છાપો
Published on: 05th September, 2026

વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે વુડાના આવાસ યોજનાના ધાબે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા. જોકે, સળંગ ધાબા અને અલગ અલગ માર્ગોનો લાભ લઈ પાંચ શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા. કપૂરાઈ પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 21,180 નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી ફરાર થયેલા પાંચની શોધખોળ હાથ ધરી છે.