દમણના દરિયામાં પ્રતિબંધ છતાં નાહવા પડેલા 4 પર્યટકો ડૂબ્યા
દમણના દરિયામાં પ્રતિબંધ છતાં નાહવા પડેલા 4 પર્યટકો ડૂબ્યા
Published on: 05th September, 2026

દમણમાં પ્રશાસનની સ્પષ્ટ મનાઈ હોવા છતાં ચોમાસાના તોફાની દરિયામાં નાહવા પડેલા 4 પર્યટકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. દરિયાકાંઠે તૈનાત લાઈફગાર્ડ્સે ત્વરિત કામગીરી કરીને તમામ પર્યટકોને હેમખેમ બહાર કાઢતા મોટી હોનારત ટળી હતી. જોકે, ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. લાઈફગાર્ડ જતિન માંગેલા અને તેમની ટીમે સમયસૂચકતા દાખવી પોતાના જીવની પરવા કર્યા વિના દરિયામાં છલાંગ લગાવી પર્યટકોને સહીસલામત કિનારે પહોંચાડ્યા. આ બચાવ કામગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.