15મી ઓગસ્ટ અને તહેવારો પહેલા DCP એક્શનમાં
15મી ઓગસ્ટ અને તહેવારો પહેલા DCP એક્શનમાં
Published on: 05th August, 2026

આગામી 15મી ઓગસ્ટ અને તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ તંત્ર સક્રિય થયું છે. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે DCP ઝોન-1 અને 2 હેઠળ આવતા 8થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં મેગા સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગોરવા, સયાજીગંજ, ફતેગંજ, લક્ષ્મીપુરા, જવાહરનગર, ગોત્રી જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાયું. શંકાસ્પદ વાહનો અને જૂના ગુનેગારો પર પણ નજર રખાઈ. 1494 વાહનો ચેક કરાયા, લૂંટ-ચોરીના બનાવો અટકાવવા અને સુરક્ષા વધારવા આ કામગીરી કરાઈ.