અમદાવાદના પીરાણા ડ્રેનેજ લાઈનમાં 6 દિવસથી લાપતા બાળકીની શોધખોળ
અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 6 દિવસથી લાપતા છે. તે 40 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઈનમાં પડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે, પરંતુ બાળકી મળી નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને CCTV ફૂટેજના આધારે તપાસના આદેશ આપ્યા છે. ડ્રેનેજ લાઈનમાં પાણીનો ભારે પ્રવાહ, ગરમ ગેસ અને કેમિકલયુક્ત પાણી કામગીરીમાં અવરોધરૂપ બની રહ્યા છે.
