અમદાવાદના સનાથલ રેલવે બ્રિજ પાસે બેદરકારીથી પાર્ક કરેલા કન્ટેનરમાં અથડાતા 2 મિત્રોના મોત
અમદાવાદના સનાથલ રેલવે બ્રિજ નજીક 13 ઓક્ટોબરની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ પર સેફ્ટી લાઈટ કે રિફ્લેક્ટર વગર પાર્ક કરાયેલા કન્ટેનર ટ્રક પાછળ મોટરસાયકલ અથડાતા 24 વર્ષીય હર્ષદકુમાર અને 20 વર્ષીય શનિ બળદેવભાઈ રાવળ નામના બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે બેદરકાર ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
