છોટા ઉદેપુરના નસવાડીના કોયારી નજીક ભુવો પડતાં ૧૦ ગામોને જોડતો રસ્તો જોખમી બન્યો
છોટા ઉદેપુરના નસવાડીના કોયારી નજીક ભુવો પડતાં ૧૦ ગામોને જોડતો રસ્તો જોખમી બન્યો
Published on: 01st September, 2026

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કોયારી ગામ પાસે નર્મદા નિગમના રસ્તા પર પડેલા ભુવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. વરસાદી પાણીથી માટી ધોવાતાં કોતર પરનો સ્લેબ અધ્ધર લટકી રહ્યો છે, જેનાથી ભારે વાહન પસાર થતાં અકસ્માતનો ભય રહે છે. આ રસ્તો ૧૦ ગામોને જોડતો હોવાથી દિવસભર વાહનોની અવરજવર રહે છે. સ્થાનિકો રાત્રિ દરમિયાન વધુ જોખમ અનુભવે છે અને નર્મદા નિગમ પાસે તાત્કાલિક સમારકામની માગ કરી રહ્યા છે.