બગોદરા-વટામણ હાઇવે પર આઇસર-બાઇક ટક્કરમાં બે યુવકોના કરુણ મોત
બગોદરા-વટામણ હાઇવે પર આઇસર-બાઇક ટક્કરમાં બે યુવકોના કરુણ મોત
Published on: 01st September, 2026

અમદાવાદના બગોદરા-વટામણ હાઇવે પર અરણેજ ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં આઇસર ટ્રક અને બાઇક વચ્ચેની જોરદાર ટક્કરમાં બાઇક સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બંને યુવકો વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી આઇસર ટ્રકે તેમને ટક્કર મારી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.