ભજીયાની મોજ વચ્ચે ગંદકીનો વાયરલ વીડિયો
ભજીયાની મોજ વચ્ચે ગંદકીનો વાયરલ વીડિયો
Published on: 01st September, 2026

સુરતના કુંભારિયા ગામમાં લીંબુ ગોટાની દુકાનમાં ગંદકી અને સાફ-સફાઈના અભાવનો વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરતાં દુકાન તથા આસપાસ ગંદકી જણાતાં સંચાલકને 10 હજારનો દંડ ફટકારી નોટિસ આપી. નિયમિત સાફ-સફાઈ અને કારીગરો દ્વારા હાથમોજાં સહિતના સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા તાકીદ કરાઈ. આ કાર્યવાહીથી અન્ય ખાદ્ય એકમોને પણ સ્વચ્છતા જાળવવા સંદેશ મળ્યો છે.