કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ તીવ્ર બની
કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ તીવ્ર બની
Published on: 01st September, 2026

કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ભારે ઘટને કારણે ખેડૂતો ચિંતામાં છે. દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં પાકને માઠી અસર પહોંચી રહી છે. આ પરિસ્થિતિમાં, કોંગ્રેસે સરકારને સદબુદ્ધિ મળે અને ખેડૂતોની વેદના સાંભળે તે માટે 50 થી વધુ જગ્યાએ ખેતરોમાં સુકાયેલો પાક હોમીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. દ્વારકામાં 88% અને પોરબંદરમાં 72% વરસાદની ઘટ નોંધાઈ છે. કોંગ્રેસ દ્વારા તાત્કાલિક કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહતકામો શરૂ કરવા અને પાક ધિરાણ માફ કરવાની માગણી કરવામાં આવી છે.