પોરબંદર પોસ્ટ ઓફિસ: રક્ષાબંધન નિમિત્તે રાખડી બુકિંગ અને સ્નેહના સંદેશાવાહક
પોરબંદર પોસ્ટ ઓફિસ: રક્ષાબંધન નિમિત્તે રાખડી બુકિંગ અને સ્નેહના સંદેશાવાહક
Published on: 27th August, 2026

રક્ષાબંધન પર્વ નજીક આવતા પોરબંદર ડાકઘરમાં રાખડી મોકલવાની ધમધમાટ જોવા મળી રહી છે. બહેનોની રાખડીઓ ભાઈઓ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા પોસ્ટ વિભાગે રજાઓની પરવા કર્યા વિના બુકિંગ અને વિતરણ સેવા ચાલુ રાખી છે. ગત રવિવારની જાહેર રજા અને બુધવારની ઈદની રજામાં પણ હેડ પોસ્ટ ઓફિસનું કાઉન્ટર કાર્યરત રહ્યું હતું. હાલ રોજની 200થી વધુ રાખડીઓનું બુકિંગ થઈ રહ્યું છે, જેમાં દેશ-વિદેશનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં વિદેશમાં 1000થી વધુ રાખડીઓ સ્પીડ પોસ્ટ અને 2000થી વધુ સાદી ટપાલ મારફતે મોકલાઈ છે. પોસ્ટમેન પણ રજાઓમાં વિતરણની કામગીરીમાં જોડાયેલા છે.