1983 વર્લ્ડ કપ ફાઇનલમાં મોહિન્દર અમરનાથની મૂછો પાછળનું રહસ્ય
1983ના ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં 'પ્લેયર ઑફ ધી મેચ' બનેલા મોહિન્દર અમરનાથની મૂછો પાછળનું રહસ્ય સામે આવ્યું છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે માલકમ માર્શલના બાઉન્સરથી થયેલી ઈજા બાદ હોઠ પરના નિશાન છુપાવવા, સાથી ખેલાડી સંદીપ પાટીલે તેમને મૂછો રાખવાની સલાહ આપી હતી. આ સૂચન મોહિન્દરને ગમી ગયું અને તેમણે આખા વર્લ્ડ કપ દરમિયાન મૂછો રાખી, જે તેમની પ્રસિદ્ધિનું કારણ બન્યું.
