IPL 2027 મિની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે
IPL 2027 સિઝન માટે મિની ઓક્શનની તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા છે. BCCIની લોજિસ્ટિક્સ ટીમ દ્વારા મળેલી માહિતી મુજબ, આ વખતે ખેલાડીઓની બોલી 16 ડિસેમ્બરે ગોવાની ITC Grand Goa હોટેલમાં યોજાશે. ત્રણ વર્ષ બાદ IPL ઓક્શન ભારતમાં યોજાશે, જે અગાઉ દુબઈ, જેદ્દા અને અબુધાબીમાં યોજાયા હતા. ઓક્શનના એક દિવસ પહેલા 15 ડિસેમ્બરે બ્રીફિંગ પણ યોજાશે.
