સાંસદ સી.આર.પાટીલ દ્વારા મેમુ ટ્રેનને લીલી ઝંડી
સાંસદ સી.આર.પાટીલ દ્વારા મેમુ ટ્રેનને લીલી ઝંડી
Published on: 03rd October, 2026

કોરોનાકાળમાં બંધ કરાયેલી સુરત-વાપી-ઉમરગામ મેમુ ટ્રેનને સાંસદ સી.આર.પાટીલ દ્વારા પુનઃ શરૂ કરાઈ છે. જોકે, નવી મેમુ ટ્રેનનું સમયપત્રક મુસાફરો માટે અવ્યવહારુ હોવાથી તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોનો આક્ષેપ છે કે જૂની ટ્રેનને માત્ર નવો નંબર આપી રજૂ કરાઈ છે અને સમયપત્રક દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરોને કોઈ રાહત આપતું નથી. વલસાડ અને નવસારીના મુસાફરો જૂના સમય મુજબ ટ્રેન ચલાવવાની માંગ કરી રહ્યા છે. રેલવે તંત્ર વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે.