સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.
સુરતના સારોલીમાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ.
Published on: 30th April, 2026

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ગત મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે સુરત ફાયર વિભાગની ૯ ગાડીઓએ અઢી કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મોંઘા ડિજિટલ મશીનો અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.