અમેરિકાના વિદેશએ જામનગર રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લીધી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત લીધી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ તેમનું સ્વાગત કર્યું. રૂબિયોને રિલાયન્સની ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરી અને નિર્માણાધીન ડેટા સેન્ટર વિશે માહિતી અપાઈ. ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપારી સહયોગની તકો અંગે ચર્ચા થઈ.
