જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આધેડ અને યુવાનનું કરૂણ મોત
જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આધેડ અને યુવાનનું કરૂણ મોત
Published on: 11th October, 2026

જામનગરમાં ખંભાળિયા રોડ પર અંધાશ્રમ ફાટક પાસે શનિવારે સાંજે ઓખાથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનની અડફેટે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (આશરે 54 વર્ષ) અને સોનુકુમાર (32 વર્ષ, મૂળ આસામ)નો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક રદ કરાયું હોવા છતાં લોકો રેલવે ટ્રેક ક્રોસ કરતા હોવાથી અકસ્માતો સર્જાય છે. અગાઉ પણ આ વિસ્તારમાં ટ્રેન હડફેટે મોત થયાના બનાવો બન્યા છે. અકસ્માતને કારણે ટ્રેન 11 મિનિટ મોડી પડી હતી.