હળવદથી 12 ટન દાડમની ટ્રક ગાયબ
હળવદથી 12 ટન દાડમની ટ્રક ગાયબ
Published on: 17th September, 2026

હળવદથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલાયેલા 6 લાખ રૂપિયાના 12 ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગાયબ થઈ ગયો છે. ઓનલાઈન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન દ્વારા ભાડે રાખેલી ટ્રકના માલિક અને ચાલકે દાડમનો જથ્થો નક્કી કરેલી જગ્યાએ પહોંચાડ્યો નથી, તેવો આરોપ છે. આ મામલે કચ્છ જિલ્લાના ભુજમાં રહેતા ટ્રાન્સપોર્ટના વેપારી બલ્કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ અને ટ્રક ચાલક મુકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે. બંનેએ પોતાના ફોન બંધ કરી દીધા છે. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.