ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 7 દિવસ સુધી વરસાદ
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 7 દિવસ સુધી વરસાદ
Published on: 31st August, 2026

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં આજથી વાતાવરણમાં પલટો આવશે. વેલમાર્ક લો પ્રેશર, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જોર વધી શકે છે. 3 અને 4 સપ્ટેમ્બરે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બની શકે છે.