ગુજરાતમાં ઓગસ્ટ મહિનો રહ્યો કોરો, 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો રહ્યો કોરો, 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ
Published on: 31st August, 2026

ગુજરાતમાં ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનો વરસાદની દ્રષ્ટિએ ખુબ જ ઓછો રહ્યો છે. રાજ્યમાં સરેરાશ માત્ર 3.80 ઈંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો છે. જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ઓગસ્ટમાં 31.21 ઈંચ વરસાદ નોંધાયો હતો, જે આ વર્ષની સરખામણીમાં ઘણો વધારે છે. તાલુકાવાર વરસાદના આંકડા પણ દર્શાવે છે કે ઘણા તાલુકામાં ઓછો વરસાદ પડ્યો છે. જોકે, આગામી દિવસોમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.