ગાંધીનગરના ગલુદણમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ!
ગાંધીનગરના ગલુદણમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ!
Published on: 08th August, 2026

ગાંધીનગરના ગલુદણ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભેળસેળયુક્ત ઘી બનાવતી ફેક્ટરી પર મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈજી, ફૂડ ટીમ, FSL અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ ફેક્ટરી ઝડપાઈ હતી. અહીં જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘીનું પેકિંગ થતું હતું. નાના પાઉચથી લઈને મોટા ડબ્બા સુધીનું ઘી મળી આવ્યું. શંકાસ્પદ ઘીના 11 સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. આ સાથે, દક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી 2500 કિલો શંકાસ્પદ માવો (અંદાજિત ₹3 લાખ) જપ્ત કરાયો છે. નફાખોરી માટે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી પેઢીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.