જામનગરમાં ખાણી પીણીની 152 પેઢીમાં ફુડ શાખાનું ચેકીંગ
જામનગરમાં ખાણી પીણીની 152 પેઢીમાં ફુડ શાખાનું ચેકીંગ
Published on: 02nd September, 2026

તહેવારો પુર્વે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ની ફૂડ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં 152 ખાણી-પીણીની પેઢીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, 353 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો. ચેકીંગ દરમિયાન, ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા કુલ 139 નમૂના લેવામાં આવ્યા હતા, જે તપાસ અર્થે ઢિંચડા લેબમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, 147 કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરાયો હતો.